Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અમદાવાદના એસજી હાઇવે પરના ગોતા ઓવરબ્રિજની દીવાલ ઉપર ચઢી ગઈ

કારને નુકશાન ;ચાલકનો આબાદ બચાવ :ઓવરસ્પીડને કારણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યાનું પ્રાથમિક અનુમાન

 

અમદાવાદના એસજી હાઇવે પરના ગોતા ઓવરબ્રિજ સાથે અથડાઈને એક કાર દીવાલ ઉપર ચઢી ગઈ હતી કારની સ્પીડ વધુ હોવાથી ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું.કાર ધડાકાભેર બ્રિજની દીવાલ સાથે અથડાઈ તેના પર ચઢી જતાં કારના આગળના ભાગે ખાસ્સું નુક્સાન થયું હતું, જોકે ચાલકનો આબાદ બચાવ થયો હતો

 

   અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગોતા ઓવર બ્રિજ પર સાઈડમાં ઉભેલી એક સ્કૂલ વાનને પાછળથી એક કાર અથડાઈ હતી, જેમાં સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી.એસજી હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા ઓછી કરવા માટે સરકારે હાઈવે પર નવા ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત એક વર્ષ પહેલા કરી હતી. જોકે, તેનું કામ હજુ સુધી ચાલુ થઈ શક્યું નથી. વ્યસ્ત ટ્રાફિક સિગ્નલો પર ઓવર બ્રિજ પીક અવર્સમાં એસજી હાઈવે પર ચિક્કાર ટ્રાફિકજામ થઈ જાય છે.

(9:48 pm IST)