Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

નડિયાદ-આણંદ રોડ પર ઝાડ એક્ટિવા પર પડતા યુવાનનું ગંભીર ઇજાથી મોત

અમદાવાદ:નડિયાદ-આણંદ રોડ પર ઝાડ એક્ટિવા પર પડતાં એક્ટિવા સવાર યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું જ્યારે તેના પિતા અને બહેનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરસંડા ખાતે રહેતા આદિલ નુરમહંમદ વોરા તેના પિતા અને બહેન ફરહીનને એક્ટિવા પર બેસાડી રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે નડિયાદ-આણંદ રોડ પર રાજહંસ સિનેમા ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે રોડ પર સળગાવેલું ઝાડ મૂળમાંથી ઉખડી એકિિટવા પર પડતા એક્ટિવા પર જઇ રહેલા ત્રણેય રોડ પર પટકાયા હતા.

જેમાં આદિલનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેના પિતા અને બહેનને ગંભીર ઇજા પહોંચતા બંનેને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આદિલ અને તેના પિતા-બહેનને સાસરે મૂકવા જઇ રહ્યા હતા ત્યારે ઘટના બની હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(6:38 pm IST)