Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન થતા ખેડૂતોઅે હરરાજી અટકાવીઃ ચક્કાજામ

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. સરકારે 347 રૂપિયા નક્કી કર્યા છે. ત્યારે વેપારીઓએ 320થી હરાજી શરૂ કરતાં ખેડૂતો રોષે ભરાયા છે. અને ખેડૂતોએ હરાજી અટકાવી દીધી હતી. મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી ન થતાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને મોડાસા-ધનસુરા હાઈવે ચક્કાજામ કર્યો હતો. દરમિયાન અનેક વાહનચાલકો અટવાયા હતા.

(6:07 pm IST)