Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વડોદરામાં સ્‍કૂલ વાન અને હોન્‍ડા સિટી કાર વચ્‍ચે અકસ્‍માતઃ પ માસુમ બાળકોને ઇજા

વડોદરાઃ આજે વહેલી સવારે દિવાળીપુરા ચાર રસ્‍તા પાસે સ્‍કૂલ વાન અને હોન્‍ડા સિટી કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પાંચ બાળકોને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે.

સ્કૂલવાનમાં સવાર પાંચ જેટલા બાળકોને ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે 108 મારફતે ગોત્રી મેડીક્લ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ બાળકોના પરિવારજનોને થતા ચિંતાતુર થયેલા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

સ્કૂલવાનમાં શાળાએ જતા બાળકો શું ખરે ખરે સલામત છે ખરા તેનો જવાબ આપતો વધુ એક કિસ્સો આજે શહેરના જૂના પાદરા રોડ પર આવેલા દિવાળીપુરા ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે જોવા મળ્યું હતું. વહેલી સવારે સ્કૂલવાનમાં સવાર થઇ સબરી સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે નિકળ્યા હતા. જ્યાં દિવાળીપુરા ચાર રસ્તા પાસે અચાનક એક હોન્ડસિટી કાર અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્કલૂવાન અને હોન્ડા સિટી કાર વચ્ચે અક્સમાત સર્જાતા સ્કૂલવાન રસ્તા પર પલ્ટી ખાઇ જતા તેમાં સવાર બાળકો ફસાયા હતા. જોકે રસ્તા પરના રાહદરીઓ મોટી સંખ્યામાં એકત્ર થતા સ્કૂલવાનમાં સવાર બાળકોને તાત્કાલીક બહાર કાઢી લઇ સારવાર માટે 108માં ગોત્રી મેડીકલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

જોકે ટુંક સમયમાં ઘટનાની જાણ બાળકોના વાલીઓને થતા તેઓ પણ તાત્કાલીક ગોત્રી મેડીક્લ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં પોતાના બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં જોઇ વાલીઓ રોષે ભરાયા હતા.

(5:21 pm IST)