Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ડીસામાં લૂંટેરી દુલહન વેપારીને છેતરી છનન ,,,ઘરમાંથી દોઢ લાખના દાગીના અને દોઢ લાખ રોકડા લઈને ફરાર

વેપારીની પરસેવાની કમાણી એ ગુમાવી અને લગ્ન જીવનના અરમાનો પણ લૂટાઈ ગયા.

 

ડિસામાં લૂંટરી દુલહને કળા કરીને એક વેપારીને છેતરી તેના ઘરમાંથી દોઢ લાખના દાગીના અને દોઢ લાખ રોકડા લઈને ફરાર થઇ ગયાની ઘટના બહાર આવી છે મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડીસામાં એક વેપારીને લગ્ન કરવા મોંઘા પડી ગયા છે. ડીસાના વેપારીએ એક યુવતી સાથે લગ્ન કર્યા હતા પરંતુઆ વેપારી સાથે લૂટેરી દુલ્હને લગ્ન કર્યા, અને થોડા દિવસમાં તેણે પોતાનો રંગ બતાવી દીધો અને વેપારીના ઘરમાંથી દોઢ લાખનું સોનું અને દોઠ લાખ રોકડા લઈ રફૂચક્કર થઈ ગઈ હતી પત્ની તો રફૂ ચક્કર થઈ ગઈ. વેપારીની પરસેવાની કમાણીએ ગુમાવી અને લગ્ન જીવનના અરમાનો પણ લૂટાઈ ગયા.

વેપારીએ મુદ્દે ડીસા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, મારી પત્ની મારા ઘરમાંથી દોઢ લાખના દાગીના અને દોડ લાખ રોકડા લઈ ભાગી ગઈ છે, તેણે સાથે-સાથે યુવતી સામે છેતરપીંડીની પણ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:16 am IST)