Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

સુરતમાં અથર્વ ફોર યુ નામની ફાયનાન્સ કંપની ડૂબી જતા નવાગામના ડીંડોલીના અેજન્ટ સુધાકર ઇન્‍દુકરનો આપઘાત

સુરતઃ ફાયનાન્સ કંપનીમાં લોકોના રૂપિયા ડૂબી જતા અેક અેજન્‍ટે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલ અથર્વ ફોર યુનામની ફાયનાન્સ કંપનીમાં અસંખ્ય લોકોના રૂપિયા ડૂબી જતાં એજન્ટે ફાંસો ખાઈને આપઘાત કર્યો. નવાગામના ડીંડોલીનો રહેવાસી સુધાકર ઈન્દુકર નામના એજન્ટે આપઘાત કર્યો. અનેક લોકોએ કંપનીમાં પોલીસી લીધી હતી. અને મુદત પાકતાં પોલીસીધારકોને પૈસા ન મળ્યા. કંપનીએ યોગ્ય જવાબ ન આપતાં લોકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પણ કોઈ નીવેડો ન આવતાં લેણદારો એજન્ટ સુધાકર પાસે ઉઘરાણી કરવા લાગ્યા. લેણદારોની ઉઘરાણીથી સુધાકર તણાવમાં હતો. કંપનીએ ત્રણ કરોડથી વધુનું ફ્રોડ કર્યુ હોવાનો સુધાકરના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

(8:24 pm IST)