Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

માંડલના પત્રકાર રાજુ પંચાલનું નિધન, ગુરૂવારે તેમના નિવાસસ્થાને બેસણું

રાજુ પંચાલની વિદાયથી માંડલમાં સમાજ, પરિવાર, પત્રકાર તેમજ રાજકીય ક્ષેત્રે ખોટ પડી

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ ગામે અંબિકાનગર સોસાયટી ખાતે રહેતાં નિષ્પક્ષ, નીડર, કર્મઠ, નિષ્ઠાવાન, પ્રામાણિક વ્યક્તિત્વ ધરાવતાં રાજુભાઈ અમૃતલાલ પંચાલે નાના પરિવારમાંથી આવીને જિલ્લામાં એક ખ્યાતનામ કીર્તિ પ્રાપ્ત કરી હતી. તેઓ છેલ્લા વીસ વર્ષથી સંદેશ પત્રકારત્વ તરીકેની ફરજ બજાવતા હતાં. તેઓ અમદાવાદ જિલ્લા પત્રકાર મીડિયામાં સભ્ય, ગુજરાત પત્રકાર પરિષદમાં પણ સભ્ય તરીકે ફરજ બજાવતા હતાં. રાજુભાઇ ભાજપ મીડિયા સેલ, વરિષ્ઠ કાર્યકર, ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ ઉપસરપંચ રહી ચૂકેલા છે. રાજુભાઈએ પત્રકારત્વ ક્ષેત્રે  ઉંચી ઓળખાણ અને પોતાનું નામ રોશન કરેલું છે. સમાજ હોય કે રાજકીય કાર્યક્રમોમાં તેમની અવશ્ય હાજરી હોય, સાથે સાથે ધર્મપ્રેમી પણ હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુભાઈ તેમના પરિવાર સાથે આનંદમાં હતાં, તેમનો મોટો પુત્ર જીગર અને નાનો પુત્ર ભાવિક એ પણ પત્રકારત્વ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને એડવોકેટની પણ ફરજ બજાવે છે. રાજુભાઈને બે બહેનો તેમજ ૬ ભાઈઓ હતાં. તેમના પરિવારમાંથી રાજુભાઇની આ અણધારી વિદાયએ પરિવાર પર મોટી આફત અને આભ તૂટી પડ્યું છે. અત્યારે હાલ તો ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેઓનું બેસણું તા.૧૮-૦૨-૨૦૨૧ને ગુરૂવારે બપોરે- ૨.૦૦ થી ૫.૦૦ કલાકે તેમના નિવાસસ્થાન બી- ૨૪ અંબિકાનગર સોસાયટી, રામપુરા રોડ, મુ.પો. માંડલ મુકામે રાખેલ છે. આ બેસણા બાબતે સમય,સ્થળની પૂછપરછ કરવા મો. ૯૮૨૫૨૭૩૦૦૨, ૯૬૨૪૬૦૧૭૪૯ પર કોલ પણ કરી શકાશે.

(7:17 pm IST)