Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રાજપીપળા એસટી ડેપોની બસોમાં અખબારના બંડલ માટેના માસિક પાસ હોવા છતાં સ્ટાફની લાલીયાવાડી

અખબારના બંડલો માટે જેતે પ્રેસ વાળાએ મંથલી પાસ કાઢયા હોવા છતાં કેટલાક ડ્રાઈવર કંડક્ટરો પેપરના બંડલ કંટ્રોલ કેબીનમાં ન આપી બસમાં ફેંકી રાખે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત એસટી નિગમ વર્ષોથી ખોટમાં જતી હોવાની બુમો સંભળાઈ હોય ત્યારે તેનું મુખ્ય કારણ કદાચ અમુક સ્ટાફની લાલીયાવાડી હોય શકે જેમાં અમુક રૂટ ના ડ્રાઈવર કે કંડકટર પોતાની ફરજમાં બેદરકારી કરતા હોવાનું પણ જોવા મળે છે જેમાં રાજપીપળા વડોદરા રૂટ પર ફરતી અમુક એસટી બસોમાં વડોદરાથી આવતા અખબારના બંડલ માટે જેતે પ્રેસમાંથી તેનો માસિક પાસ કાઢવો ફરજીયાત હોવા છતાં જો આ બંડલ લેવા રાજપીપળા એસટી ડેપો ઉપર કોઈ માણસ હાજર ન હોય તો તે બસના ડ્રાઈવર કે કંડકટર પાસ હોવા છતાં પોતાની ફરજ  ભૂલી એ બંડલ બસમાંજ ફેંકી રાખતા હોવાની વાત સામે આવી છે તો શું લીગલી પાસ કઢાવ્યો હોવા છતાં આ બાબત સ્ટાફની જવાબદારીમાં આવતી નથી..? તો માસિક પાસ કઢાવવાનો મતલબ શુ..? માટે ડેપો મેનેજર આ બાબતે પોતાના સ્ટાફને પોતની ફરજના કલાસ આપી યોગ્ય પગલાં લે એ જરૂરી છે.

(10:29 pm IST)