Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોટાલીમટવાડા નજીક સામેથી આવતી ટ્રકે,ટ્રકને પાછળથી અથાડતા ટ્રક પલટી ખાઈ જતા ચાલાકને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી મુજબ અજીતસિંહ નૌરંગસિંહ રાજપુત, હરિયાણાની ફરિયાદ અનુસાર તે કંપની માથી કેટેનર ટ્રક નંબર HR - 55 - A -8435 માં હીરો મોટર સાઈકલ કંપનીના સ્પેર સ્પાર્ટ ભરી ચેનાઈ જવા માટે નિકળેલ હતો તે વખતે મોટાલીમટવાડા પાસે વળાંકમાં સામેથી આવતી ટ્રક નંબર G -10 - x - 6995 નો ચાલક પોતાના કબજાની ટ્રકે પુર ઝડપે અને ગફતલ ભરી રીતે હંકારી લાવી કેટેનર ટ્રક સાથે ડ્રાઈવર સાઈડે પાછળના ભાગે અથાડી ટ્રકને પલટી ખવડાવી ટ્રક ના ચાલકને જમણા હાથે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)