Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સુરતમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની તકલીફને દૂર કરવા તંત્રએ ફીડબેક મંગાવવાનું શરૂ કર્યું

સુરત: શહેરમાં સરકારી હોસ્પિટલોને સરકાર ખાનગી હોસ્પિટલ જેવી સમકક્ષ બનાવવા પ્રયાસો કરે છે તેવા સમયે ખાનગી હોસ્પિટલમાં જે સુવિધા હોય તે પ્રમાણે સરકારી હોસ્પિટલમાં દર્દીને સારવાર કેવી મળે છે તે અંગેના ફિડબેક માંગવામાં આવી રહ્યા છે.

 

જોકે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેરા અસ્પતાલ કાર્યક્રમ અંતર્ગત સુરત નવી સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓની પાસે મોબાઇલ પર મેસેજ કરીને ફિડબેક માંગ્યા હતા. બાદમાં આ ફીડબેક આધારે સિવિલ હોસ્પિટલનું તંત્ર દ્વારા દર્દીઓની તકલીફ દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(5:56 pm IST)