Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મેઘરજના સારંગપુરમાં નજીવી બાબતે ચાર શખ્સો બાખડ્યા:સામસામે હિંસક હુમલામાં બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મેઘરજ:તાલુકાના સારંગપુર ગામે કુવાના ટોટાની ચોરી થયાની બાબતે ઉગ્ર બોલાચાલી થતા બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા ઇસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી હતી.

વિગત એવી છે કેમેઘરજ તાલુકાના સારંગપુર ગામે રમણભાઈ ઝાલાભાઈ ખેતીકામ કરી જીવનનિર્વાહ કરી રહ્યા છે. આ ગામના મણાભાઈ લાલુભાઈ બારીયાના મકાનમાંથી કૂવામાં ફોડવાના ટોટાના ઉઠાંતરી કરતા આરોપીઓએ રમણભાઈ લાલુભાઈ બારીયામુકેશભાઈ બારીયાએ રમણભાઈ ઉપર આક્ષેપ કરી હિચકારો હુમલો કરતા શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચતા તાકિદે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે રમણભાઈ બારીયાએ ઇસરી પોલીસ સ્ટેશને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરેલ છે. બીજી તરફ આ ગુન્હાના સંદર્ભમાં મણાભાઈ લાલુભાઈ બારીયાએ આ જ ગામના રમણભાઈ બારીયા અને ઝાલાભાઈ બારીયા સામે કૂવામાં ફોડવાના ટોટાનો આક્ષેપ કરતા ઉગ્ર બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મણાભાઈ લાલુભાઈ બારીયાએ ઇસરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પામી છે. આમ એક જ ગુન્હામાં બે સામસામી ફરિયાદો નોંધાવા પામી છે.

(5:52 pm IST)