Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

હિંમતનગર તાલુકાના કાંકણોલ નજીક શાળામાં અભ્યાસ કરતી સગીરાને હેરાન પરેશાન કરનાર શખ્સને અદાલતે ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

હિંમતનગર:તાલુકાના કાંકણોલ ગામના એક શખ્સે સ્કુલમા ભણતી એક સગીરાને ખોટી રીતે હેરાન કરી તેણીની મરજી વિરૂધ્ધ સ્કુલમાંથી પાંચ વર્ષ અગાઉ બાઈક પર બેસાડી પ્રાંતિજ તાલુકાના સાંપડ ખાતે લઈ ગયા બાદ આ શખ્સે સગીરાને વાતચીત કરવા દબાણ કર્યું હતુ અને વાતચીત નહી કરે તો પોતાની પાસે રાખેલી પતરીથી નસ કાપી નાખવાની ઘમકી આપતા ફરીયાદ નોધાયા બાદ તે અંગેનો કેસ ગુરૂવારે હિંમતનગરની પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે કાંકણોલના આ શખ્સને ત્રણ વર્ષની સજા અને રૂ.હજારનો દંડ ફટકાર્યો હતો.

જે અંગેનો કેસ ગુરૂવારે હિંમતનગરની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એન.પી ચૌધરીએ સરકારી વકીલ અરવિંદભાઈ પટેલે રજુ કરેલા દસ્તાવેજી પુરાવા અને ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે પોક્સો મુજબ  ઉત્પલ સોલંકીને કસુરવાર ઠરાવી ત્રણ વર્ષની સજા તથા રૂ.હજારનો દંડ ફટકાર્યો હતો.

(5:52 pm IST)