Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આણંદના મધુવન ઓર્ગેનિક ફાર્મના પ્રગતિશીલ ખેડૂતે ૩ વર્ષની મહેનત બાદ યુરોપીયન શાકભાજી અને સલાડની ખેત કરીને કરી લાખોની કમાણી

આણંદ: શહેરના મધુવન ઓર્ગેનિક ફાર્મ દ્રારા છેલ્લા ત્રણ વર્ષની મહેનત બાદ આ વર્ષે દસથી બાર પ્રકારના એક્ઝોટીક એટલે કે યુરોપીયન શાકભાજી અને સલાડની ખેતી કરી હતી.  બે અઢી મહિનાના ટુંકા ગાળામાં સારી એવી આવક અને નામના મેળવી ચુક્યા છે. તેમા કોલાર્ડ, કેલ, સ્વીચચાર્ડ, લેડતુચ, લીક, ચાઇઝ, બ્રોકલી અને લાલ પાપડી જેવી અનેક વિદેશી શાકભાજીનુ વાવતેર કર્યું હતુ. ખાસ કરીને ચરોતરમાં વધારે વિદેશી મહેમાનો આવતા હોય ત્યારે ત્યા મળતી અને તેના જેવી ગુણવતાનું શાકભાજી મળતા તેવો ચોક્ક્સ કહે છે. અમે માનવા માટે ત્યાર નથી કે આ વસ્તુ અમને અહિંયા પણ મળશે.

સામાન્ય રીતે આપણે ત્યા હજી સલાર્ડનુ મહત્વ એટલુ નથી, જેટલુ વિદેશમાં છે પણ છેલ્લા વર્ષોમાં લોકોમાં જાગૃતી આવવાથી અહિંયા પણ મોટી હોટલો અને ઘરોમાં લોકો સલાડ ખાતા થયા છે. તેને જ કારણે આજે મધુવન ઓર્ગેનિક ફાર્મ માત્ર થોડા સમયમાં મલ્ટીનેશનલ કંપનીઓ અને ઓર્ગેનિક સ્ટ્રોરમાં પોતાનો માલ વેચતા થયા છે.જેથી ખેડૂતો આધુનિક ખેતી તરફ તે ખુબ જ જરૂરી બન્યું છે.

(4:50 pm IST)