Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખની વરણી મુદ્દે કાર્યકર્તાઓમાં જૂથવાદ : સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ આપ્યું નિવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી મામલે હાલ કાર્યકરો બે અલગ અલગ જૂથમાં વેહેચાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે.એક જૂથ નવા ચેહરાને તક આપવાની માંગ કરી રહ્યું છે તો બીજું એક જૂથ સમય આવ્યે પોતાના પત્તા ખોલવાના મૂળમાં છે

  આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની એક ઓડિયો કલીપ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં એમણે ભાજપના કોઈ પણ હોદ્દેદારનું નામ લીધા વિના એમની પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ ઓડિયો કલીપ વાયરલ થયા બાદ નર્મદા જિલ્લા ભાજપમાં જાણે ભૂકંપ આવ્યો છે.ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ પ્રહાર કર્યા જેમાં જણાવ્યું કે જે લોકો નેગેટિવ વિચાર ધારા ધરાવે છે,જે લોકોએ સંગઠનમાં કામ નથી કર્યું, અત્યાર સુધી જેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, પાર્ટીને નુકશાન પહોચાડ્યું છે એવા લોકો આવુ નિવેદન આપે છે.જે લોકોએ અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાકટના મોટા મોટા કામો કર્યા છે એવા લોકો અશોક પટેલ સાથે છે અને પડદા પાછળ રહી ભૂમિકા ભજવે છે.જો ભ્રષ્ટાચાર ના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એમ સાંસદે સ્પષ્ટ જણાવ્યું હતું.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક પટેલની ઓડિયો કલીપ વાયરલ થયાની ઘટના બાદ જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની વાત સ્પષ્ટ લાગી રહી છે અને આ અંગે ભાજપના નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદ પટેલે પણ સ્વીકાર્યું છે કે નર્મદા જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો છે.ત્યારે આ જૂથવાદ ભાજપ માટે હાલ તો ચિંતાનો વિષય કહી શકાય એમ લાગી રહ્યું છે.

(4:02 pm IST)