Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

અમદાવાદ એરપોર્ટ 'ગાર્ડ ઓફ ઓનર' સાથે ટ્રમ્પનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે : રેડ કાર્પેટ પથરાશે

એરપોર્ટ ઓથોરિટી, ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અમેરિકન કોન્સ્યુલેટ વચ્ચે બેઠક યોજાઇ

અમદાવાદ : અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ માટે તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસનો પ્રારંભ થશે. જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ ખાતે જ ડોનાલ્ડ ટ્રમ્પને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે અને રેડ કાર્પેટથી તેમનું સ્વાગત કરાશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તૈયારી અને બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. બપોરે એરપોર્ટ ઓથોરિટી, ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અમેરિકન કોન્સ્યુલેટ વચ્ચે બેઠક યોજાઇ હતી

(12:41 pm IST)