Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ખાલી ખુરશીમાં બેસીને સલાહ આપવાથી પક્ષ મજબુત નહીં થાયઃ અર્જૂનભાઇ મોઢવાડિયા

દિલ્હીમાં બેઠેલા નેતાઓને આડે હાથ લેતા અર્જૂનભાઇના ટવીટ્થી કોંગ્રેસમાં ચર્ચાઃ ટવીટ્ કોના માટે કર્યું..?

પોરબંદર, તા.૧૫:ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડીયાએ દિલ્લીમાં બેઠેલા નેતાઓ પર ટવીટરનાં માધ્યમથી ટવીટ કરી ગુસ્સો ઠાલવયો હતો અને અર્જુનભાઇ મોઢવાડીયાએ દિલ્લીમાં બેઠેલા નેતાઓને આડે હાથ લીધા હતાં. જો કે તેમને ટવીટ્ કરીને કયાં નેતા સામે બળાપો ઠાલવ્યો હતો તેનો કોઇ ખુલાસો થયો નથી.

અર્જુનભાઇ મોઢવાડીયાએ ટવીટ કરીને લખ્યુ હતુ કે, ગુજરાતના કાર્યકતાઓને દિલ્હીમાં બેઠા-બેઠા સલાબ-સૂચનો આપો છો. કાર્યકતાઓની વચ્ચે આવો. લોકોની વચ્ચે જાવો તેમની સમસ્યાઓને જાણો. ખાલી ખુરશીમાં બેસીને સલાહ આપવાથી પક્ષ મજબુત નહીં થાય.

વધુમાં અર્જૂનભાઇએ ટિપ્પણી કરીને જણાવ્યુ કે, ગામડાઓમાં અને જિલ્લાઓમાં કાર્યકતાઓની સાથેનો સંર્પક રહ્યો નથી. રાજકારણમાં મોટી ખુરશીઓમાં પર બેસીને રાજ કરનારા નેતાઓ માટે આવુ તીખુ નિવેદન આપ્યુ છે. નિવેદનથી સ્પષ્ટ થયુ રહ્યુ છે કે અર્જૂનભાઇ મોઢવાડીયા પાર્ટીઓના નેતાઓથી અસંતુષ્ઠ છે.

કોંગ્રેસ અગ્રણી અર્જૂનભાઇ મોઢવાડીયાની ટવીટથી સમગ્ર કોંગ્રેસ બેડામાં તેમજ કાર્યકતાઓમાં ચર્ચાએ જોર પકડયુ છે. બધા કાર્યકતાઓ એ જાણવા મથી પડયા છે કે ટવીટ કોના માટે કર્યુ છે? અને તેઓ કોંગ્રેસથી નારાજ છે કે શું..? તે પ્રશ્ન સાથે કોંગ્રેસ બેડામાં તર્ક વિર્તકો થઇ રહ્યા છે.

(11:42 am IST)