Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

અમદાવાદમાંથી 1 કરોડના ચરસ સાથે મહિલા ડ્રગ ડીલર અને તેના બે સાગરીતોની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા એક કરોડનું 9,5 કિલો કાશ્મીરી ચરસ જપ્ત :બાતમીના આધારે વોચ ગોઠવી તબસ્સુમ બાદ અન્ય બે ને પકડી લીધા

 

અમદાવાદ :અમદાવાદમાંથી એક કરોડના ચરસ સાથે મહિલા ડ્રગ ડીલર અને તેના બે સાગરીતોની ધરપકડ કરાઈ છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અમદાવાદ ઝોનલ કચેરીના અધિકારીઓએ વેલેન્ટાઇન દિવસના દિવસે ચરસનો સપ્લાય કરનાર મહિલા ડ્રગ ડિલર અને તેના બે સાગરિતોની ધરપકડ કરી એક કરોડનું . કિલોગ્રામ કાશ્મીરી ચરસ જપ્ત કર્યુ છે.   

 

  અમદાવાદની મહિલા ડ્રગ ડિલરે કાશ્મીરના ડ્રગ્સ માફિયાઓ પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં કરોડનું ચરસ અમદાવાદ શહેરમાં ડિલરોને ઉંચી કિમંત વેચ્યું છે. એનસીબીની ટીમ તબસ્સુમ રઝાક અને તેની સાથે ચરસનો મોટા કારોબાર કરનાર નશીરૃદ્દીન શેખ ઉર્ફે ચાચાની ધરપકડ કરવા માટે ઘણા સમયથી વોચમાં હતા અને ચરસનુ કન્સાઇનમેન્ટ અમદાવાદમાં આવતા તેમની ધરપકડ કરી હતી.

    શિયાળાની સિઝનમાં ડ્રગ્સ માફિયાઓ ચરસ મોટાપાયે કાશ્મીરથી લાવી રહ્યા છે તેવી બાતમીની આધારે તબસ્સુમ રઝાક પર વોચ રાખી હતી. દરમિયાનમાં મહિલા કિલોગ્રામ ચરસની ડિલીવરી કરવા રિલીફ રોડ પર હોટલ કિનારા પાસે આવવાની છે તેવી બાતમીના આધારે વોચ રાખતા તેને અને ડિલીવરી લેવા આવનાર નશીરૃદ્દીન શેખને ઝડપી લીધા હતા.

   મહિલાએ પુછપરછમાં જણાવ્યુ કે, તેણે કિલો ચરસ ધોળકાના ઇકબાલ હુસેન મન્સુરીને આપ્યુ છે જેના આધારે તેની તપાસ કરતા તે જુહાપુરા એપીએમસી માર્કેટ પર મળી આવતા ચરસ સાથે તેને પણ પકડી લેવાયો હતો.તબસ્સુમ કાશ્મીરી ડ્રગ્સ માફિયા પાસેથી ચરસ લઇને બસમાં મુબઇથી અમદાવાદ નિયમિત આવતી હતી જ્યારે નશીરૃદ્દીન હોલસેલમાં ચરસનો ધંધો કરતો હતો. ઇકબાલ લોકલ માર્કેટમાં ચરસનુ વેચાણ કરતો હતો આમ આખી સિન્ડીકેટ ચાલતી હતી.

(12:48 am IST)