Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ટેક્સી પાસિંગની ક્રેટામાં દમણથી સુરત દારૂની હેરાફેરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા

સુરત:અડાજણ આનંદમહલ રોડના બુટલેગરે મંગાવેલો દારૃ ટેકસી પાસીંગની ક્રેટામાં દમણથી લાવી સબરસ ગરનાળાથી શહેરમાં પ્રવેશતા ત્રણને ઝડપી લેવાયા હતાં.

ક્રાઇમ બ્રાંચે ગતસાંજે સબરસ ગરનાળા નજીક સેન્ટ્રલ બસ સ્ટેન્ડના એન્ટ્રીગેટ પાસેથી પસાર થતી ટેકસી પાસીંગની ક્રેટા કાર (નં. એમએચ-૪૩-બીજી- ૫૩૦૪) ને અટકાવી જડતી લેતાં રૃ।. ૭૧,૫૨૦ની કિંમતની વ્હીસ્કીની ૧૪૪ બોટલ મળતા મનમીત રક્ષાબેન ઉદયાવર (દવાવાળા) (ઉ.વ. ૨૫, રહે. બી-૩૦૧, કેશવ કોમ્પલેક્ષ, હનીપાર્ક રોડ, અડાજણ), દિનેશ રાજેન્દ્રભાઇ જાદવ (રાજપૂત) ( ઉ.વ. ૨૫, રહે. ૮૮, ૯૮, સત્યમ રો હાઉસ, મહાદેવનગર-૩ ) અને શહાબાજ ચાંદ મોહંમદ શેખ (ઉ.વ. ૨૧, રહે.  ૨૦૧, નિર્મલનગર, એસ.એમ.સી. આવાસ, શારદાનગર, ઉમરાગામ)ની દારૃ, કાર, મોબાઇલ ફોન સાથે અટક કરી હતી.

અડાજણ આનંદમહલ રોડ શ્રીરામ પેટ્રોલપંપની સામેની ગલીમાં રહેતા અને મિત્રવર્તુળમાં દારૃ વેચતા જૈમીન અશોકભાઇ મિસ્ત્રીએ મંગાવેલો દારૃ તેઓ દમણથી લાવ્યા હતા. સચીન- પલસાણા હાઇવે ઉપર ટોલનાકાથી બચવા અને પૂણારોડ ઉપર ટ્રાફિકથી બચવા સ્ટેશન વિસ્તારમાં સબરસ ગરનાળાથી શહેરમાં પ્રવેશ્યા હતા.

(6:02 pm IST)