Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સાબરમતી જેલમાં યુવતીઓ માટે સસ્તા 'સેનેટરી પેડ'નો ઉદ્યોગ શરૂ કરવા નિર્ણય

પત્ની (ટવીંકલ ખન્ના)ની શોર્ટ સ્ટોરી પરથી ફિલ્મ દ્વારા સસ્તા સેનેટરી નેપકીન માટે અભિયાન ચલાવનાર અક્ષયકુમારની ઝુંબેશ રંગ લાવી : ફિલ્મ 'પેડમેન'ના પ્રમોશન માટે ગુજરાત આવી વિજયભાઇ રૂપાણીનો સંપર્ક સાધી સહયોગ માંગેલઃ અકી એવું પણ ઇચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ પણ આ ફિલ્મ ખાસ જુએ મહિલા કેદીઓ માટે રોજગારીના દ્વાર ખુલશેઃ બે સંસ્થાઓનો સહયોગ મળ્યો

સાબરમતી જેલમાં યુવતીઓ માટે સસ્તા 'સેનેટરી પેડ'નો ઉદ્યોગ શરૂ કરવા નિર્ણય

રાજકોટ, તા., ૧પઃ યુવતીઓના માસીક ધર્મના નામે ઓળખાતા મંથલી પીરીયડ દરમિયાનના સસ્તા સેનેટરી પેડ (નેપકીન) સામાન્યમાં સામાન્ય પરિવારની યુવતીઓ તેનો ઉપયોગ કરી શકે તે માટે જાણીતા ફિલ્મી અભિનેતા અક્ષયકુમાર દ્વારા ચલાવાયેલ અભિયાનને ગુજરાતમાં વધુ એક સફળતા સાંપડી છે.

ખુંખાર કેદીઓ જેમાં બંધ છે તેવી ગુજરાતની સૌથી સુરક્ષીત અને મજબુત ગણાતી સાબરમતી જેલ કે જયાં ભજીયાની સાથોસાથ ફર્નિચર અને સ્ટેશનરી સહિતના ઉદ્યોગો ધમધમે છે. તેવી સાબરમતી જેલમાં હવે સેનેટરી પેડ (નેપકીન) બનાવવાના ઉદ્યોગ તરફ ડગ માંડવાની શરૂઆત થઇ છે.

આ સામાજીક રીતે ખુબ જ મહત્વની શરૂઆતને ગાંધી વિચારધારા ધરાવતી બે જાણીતી સંસ્થાઓએ પણ પોતાનો સહયોગ આપ્યો છે. આ માટે સાબરમતી જેલ દ્વારા સમગ્ર પ્રોજેકટને આખરી ઓપ આપવા ઉચ્ચકક્ષાએ દરખાસ્ત પણ મોકલી આપવામાં આવી છે. આ ઉદ્યોગને કારણે સાબરમતી જેલમાં રહેલી મહિલા કેદીઓને પણ પુરૂષો મારફત ઉદ્યોગમાં કામ કરી રોજગારીની તકો મળશે.

અત્રે યાદ રહે કે તામીલનાડુમાં અરૂણાચલના ખુબ જ જાણીતા સામાજીક ચળવળકાર મુરૂગનયમ દ્વારા મહિલાઓની  કાળજી ધ્યાને લઇ મોંઘા સેનેટરી પેડને બદલે સસ્તા સેનેટરી નેપકીન ઉપલબ્ધ થાય તે દિશામાં અભિયાન ચલાવવા સાથે આ પ્રોજેકટને કાર્યવંત પણ કર્યો છે.

અરૂણાચલના સામાજીક ચળવળકારની આ ઝુ઼ંબેશ જાણીતી ફિલ્મી અભિનેત્રી ટવીંકલ ખન્ના (અક્ષયકુમારની પત્ની તથા સ્વ.રાજેશ ખન્નાની સુપુત્રી) ના ધ્યાનમાં આવતા તેણે આ વિષય પર શોર્ટ સ્ટોરી પણ લખી હતી.

સામાજીક અભિયાનની આ બાબત અક્ષયકુમારને આકર્ષી જતા પેડમેન નામક ફિલ્મ કે જેમાં તેની સાથે સોનમકપુર પણ ભુમીકા ભજવે છે. તેના પ્રમોશન માટે ગુજરાત આવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો સંપર્ક કરી આ અભિયાન માટે સહયોગ માંગ્યો હતો. અક્ષયકુમારની તો એવી પણ ઇચ્છા છે કે આ ફિલ્મ નરેન્દ્રભાઇ મોદી પણ ખાસ જુએ.

(4:46 pm IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST