Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ભાજપનો સરપંચ અભિવાદન સમારોહ લોકસભાની ચૂંટણીની તૈયારીનો હિસ્સો :ભરતસિંહ સોલંકી

કાર્યક્રમમાં સરપંચ સિવાયના લોકો આવ્યા ;જે ગણ્યા ગાંઠ્યા સરપંચો આવ્યા તે ડરના કારણે આવ્યા

ભાજપનો સરપંચ અભિવાદન સમારોહ લોકસભાની ચૂંટણીની તૈયારીનો હિસ્સો :ભરતસિંહ સોલંકી

અમદાવાદ: ભાજપ દ્વારા સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ જણાવ્યું હતું કે,"ભાજપનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તૈયારીનો એક ભાગ છે.તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે હકીકતમાં ભાજપે સરપંચોના અધિકારો લઈ લીધા છે." કાર્યક્રમમાં સરપંચ સિવાયના લોકો આવ્યા હતા.જેટલા પણ ગણ્યા ગાંઠયા સરપંચો આવ્યા તે ડરના માર્યા આવ્યા હતા.

(10:14 pm IST)
  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • પાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST