Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

દોરાથી ગળા કપાવાના ઘાયલ થવાના રાજયમાં ૨૯૬૦ કેસ નોંધાયા

પાછલા વર્ષની સરખામણીમાં ઉત્તરાયણ ઠંડી રહી તેની સાથે ઘાયલ થનારા રાહદારીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો

અમદાવાદ, તા.૧૫: ઉત્ત્।રાયણની મજા દ્યણાં લોકો માટે સજા બનતી હોય છે. આવામાં ઉત્ત્।રાયણ દરમિયાન ટુવ્હિલર કે અન્ય રીતે અવર-જવર કરનારા લોકો માટે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે. આ વર્ષે પણ ઘણાં લોકો માટે ઉત્તરાયણ ઘાતક સાબિત થઈ છે. ઉત્ત્।રાયણ દરમિયાન પતંગ-દોરીના કારણે ઘાયલ થયેલા ૨૯૦૦ કરતા વધુ કેસ ૧૦૮દ્ગક ટીમને મળ્યા હતા. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ આંકડો ઘટ્યો છે પરંતુ માજાના કારણે ગળા કપાવાની કિસ્સા યથાવત રહ્યા છે. જેમાં ઘણાં રાહદારીઓને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વિસ્તૃતમાં આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં કુલ ૭૭ મેડિકલ ઈમર્જન્સીના કોલ આવ્યા છે. જેમાંથી ૨૨ લોકો દ્યાબા પરથી પડ્યા હોવાના અને ૨૮ લોકોને દોરી વાગવાના કારણે દ્યાયલ થવાની દ્યટના બની છે. આ રીતે વડોદરામાં ૨૦ અને રાજકોટમાં ૧૬ જયારે સુરતમાં કુલ ૧૪ જેટલા મેડિકલ ઈમર્જન્સી માટે કોલ આવ્યા છે, જેમાં દોરીના કારણે દ્યાયલ થવાના અને અકસ્માતે પડી જવાના કિસ્સા નોંધાયા છે.

રાજયની ૧૦૮ની ઈમર્જન્સી મેડિકલ સેવા માટે સવારથી રાત સુધીમાં ૨૦૪૦ કોલ આવ્યા છે, પરંતુ આ આંકડો પાછલા વર્ષની સરખામણીએ ઓછો છે. પાછલા વર્ષે નોંધાયેલા કેસ કરતા આ વર્ષે ૫૦૦ કરતા વધારે કેસ દ્યટ્યા છે. ૨૦૨૦ના ઉત્ત્।રાયણમાં પતંગની દોરીથી ઘાયલ થવાના અને અકસ્માતે પડી જવાની ઘટનાના ૩૪૭૮ કોલ આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ કુલ કેસમાં ૨૧૦ જેટલા કેસ એવા હતા કે તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડ્યા હતા.

ઈમર્જન્સી મેડિકલ સેવા માટે ૧૦૮દ્ગચ દિવસ દરમિયાન મળેલા ૨૯૦૦ કરતા વધુ કોલ્સ પર નજર કરીએ તો બપોરે ૧૨ વાગ્યુ સુધીમાં કુલ ૧૦૫૭, ૧ વાગ્યા સુધીમાં ૧૨૦૫, ૩ વાગ્યા સુધીમાં ૧૬૫૦, ૬ વાગ્યા સુધીમાં ૨૩૦૫, ૮ વાગ્યા સુધીમાં ૨૭૭૪ અને રાત્રે ૯ સુધીમાં આંકડો ૨૯૬૦ પર પહોંચી ગયો હતો.

આ વર્ષે કોરોના વાયરસની અસર ધાબાઓ પર પણ જોવા મળી છે. બીજી તરફ કેટલાક કડક નિયમો અને મંદીની અસર પણ આકાશમાં જોવા મળી. ગયા વર્ષની સરખામણીએ કેસમાં દ્યટાડો થયો છે તો બીજી તરફ ધાબા પર ઉત્ત્।રાયણની મજા પણ પાછલા વર્ષોની સરખામણીએ ઠંડી રહી છે.

આજે વાસી ઉત્ત્।રાયણ છે અને આજે પણ રાજયમાં પતંગ રસિયાઓ ધાબા પર ચડાવતા હોય છે, આવામાં આજે પણ પતંગ અને દોરીના કારણે દ્યાયલ થનારા લોકો માટે ૧૦૮ની ટીમ સજ્જ છે.

(3:37 pm IST)
  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST

  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST