Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુરતમાં લોકડાયરામાં આસામાજિકો તોફાને ચડ્યા :ખુરશી અને ગાદલા-તકિયા ઉછળ્યા

લોક ગાયિકા અલ્પા પટેલ, ગાયક જીગ્નેશ કવિરાજ અને ઉમેશ બારોટના ડાયરામાં હંગામો

સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે સુરતમાં  મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના અબ્રામાં વિસ્તારમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં પ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પા પટેલ, ગાયક જીગ્નેશ કવિરાજ અને ઉમેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી પરંતુ શરૂ ડાયરામાં કેટલાક અસામાજિક તત્વોએ વિક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો

  જે સમયે ડાયરામાં ફોર્ચ્યુનર લાયો ગીત ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ગાદલા અને તકિયા હવામાં ઉછાળવાનું શરૂ કર્યું હતું પરંતુ તાત્કાલિક ટ્રસ્ટના કાર્યકર્તાઓએ કડક હાથે કાર્યવાહી કરીને અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી હતી. ટ્રસ્ટના કાર્યકર્તાઓની સુજબુજ અને મેનેજમેન્ટના કારણે ડાયરામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ નહોતી. મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે અને સામાજિક કાર્યને વધુ વેગ આપી શકાય તેવા હેતુથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

(11:07 pm IST)