Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુરતના વરાછામાં ઓફિસ ભાડે રાખી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ કરતા બે યુવાનને પોલીસે ઝડપી પાડ્યા: 37 હજારનો મુદામાલ જપ્ત

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં ઓફિસ ભાડે રાખી શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતા બે યુવાનને વરાછા પોલીસે ઝડપી પાડી લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ. 37,350નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે ગત સોમવારે બપોરે વરાછા યશ પ્લાઝાના બીજા માળે D/418,419માં આવેલી ઓફિસમાં દરોડા પાડ્યા હતા.

પોલીસે ભાડાની ઓફિસમાં સેબીની મંજૂરી વિના શેરબજારમાં ટ્રેડીંગ ( ડબ્બા ટ્રેડીંગ ) કરતા વિપુલભાઈ નટુભાઈ પાનસુરીયા ( ..45 ) ( રહે. 57, સાંઈ કુટીર સોસાયટી, સોમેશ્વર સર્કલ પાસે, યુનિવર્સીટી રોડ, વેસુ, સુરત ) અને મુકેશભાઈ ખીમજીભાઈ વિરાણી ( .. 43) ( રહે. ઘર નં. A/1001, એપલ હાઈટ્સ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત)ને ઝડપી લીધા હતા.

(5:32 pm IST)