Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુરતના ડિંડોલીમાં પોલીસે ઉતરાયણ પેટે ઘરમાં સંગ્રહ કરેલ 3.50 લાખનો દારૂનો જથ્થો ઝડપી એકની ધરપકડ કરી

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી સાંઈશક્તિ સોસાયટીના એક ઘરમાં ગત બપોરે છાપો મારી એસઓજી-પીસીબીએ ઉત્તરાયણ માટે ઘરમાં સંગ્રહ કરી રાખેલા રૂ..૫૦ લાખના દારૂ સાથે એકને ઝડપી લીધો હતો.

એસઓજીના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે એસઓજી-પીસીબીની ટીમે ગત બપોરે ડીંડોલી સંતોક પાર્કની સામે સાંઈશક્તિ સોસાયટી પ્લોટ નં.૧૫૨,૧૫૩ ના પહેલા માળે છાપો મારી ઘરમાં દાદર નીચે, રસોડામાં, બેડરૂમમાં છુપાવેલી રૂ. 350,400ની મત્તાની દારૂની 1848 નાનીમોટી બોટલ કબજે કરી હતી.

એસઓજી-પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્યાં રહેતા વિનોદ બાબુલાલ કલાલ(.. 24) ( મૂળ રહે. ભીલવાડા, રાજસ્થાન )ની ધરપકડ કરી તેની પાસેથી બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેનો હમવતની મહાવીર ઉર્ફે દેવજી મેવાડા ત્રણ દિવસ માટે તેને દારૂનો જથ્થો ઉત્તરાયણમાં વેચવા માટે આપી ગયો હતો અને તેણે ઘરમાં સંગ્રહ કરી રાખ્યો હતો.

(5:31 pm IST)
  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST