Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

મુસ્લિમ સમાજ પ્રજાસત્તાક દિનની ઉજવણી શાનદાર રીતે કરેઃ શેખ

અમદાવાદ તા. ૧પ :.. ભારત કે ગુજરાતના મુસલમાનોને રાષ્ટ્રવાદના કે દેશભકિતના પાઠ શિખવવાની જરૂર નથી. મુસલમાનો આજ દેશના છે, દેશમાં રહેશે અને દેશ માટે જ ફના થશે. આઝાદીની લડાઇમાં પણ સૌથી વધુ કુરબાની મુસલમાનોએ જ આપી છે તેમ છતાં મુસલમાનો પર છાશવારે દેશદ્રોહીના લેબલ લગાડવામાં આવે છે ત્યારે અમદાવાદમાં જમિયત ઉલેમાએ હિન્દ ગુજરાત દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખે આગામી તા. ર૬ મી જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતના મુસ્લિમો, ધાર્મિક સ્વૈચ્છીક, શૈક્ષણીક અને સમાજ સેવી સંસ્થાઓ દર વર્ષે કરાતી ઉજવણી કરતાં પણ ભવ્ય રીતે કરે તેવી અપીલ કરી છે.

ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પોતાના વ્યકતવ્યમાં જણાવ્યું હતું કે, જમિયત ઉલેમાએ હિન્દ હંમેશા સમાજમાં કોમી એકતા અને ભાઇચારાનો માહોલ બની રહે તે માટેના પ્રયાસો કરે છે તે પ્રશંસનીય છે. ગુજરાત વિધાનસભામાં છેલ્લા ૧ર વર્ષથી સમાજની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવાનો ઇમાનદારીપૂર્વક પ્રયાસ કરતો આવ્યો છું એ હુકુલઇબાદ ઇન્સાઅલ્લાહ અંતિમશ્વાસ સુધી જારી રહેશે. ગ્યાસુદીન શેખે સીએએ/ એનઆરસી/ એનપીઆર બાબતે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન હિન્દુ-મુસ્લિમોનો નથી. આ પ્રશ્ન તો ભારતના માનવતાવાદી સર્વધર્મ, સમભાવ અને બિનસાંપ્રદાયિક સંવિધાનનો રક્ષણ કરવાનો છે.  અમે ગર્વ સથે કહીએ છીએ કે, દેશના બહુમતી વર્ગના માનવતા વાદી હિન્દુ સમાજના ભાઇઓ આજે ધર્મના આધારે દેશેન વિભાજીત કરવા મથતા આરએસએસ અને સરકારા પ્રયાસોનો આંદોલનો દ્વારા રસ્તાઓ પર ઉતરી સરકાર અને પોલીસ દમનો સામનો કરીને પણ દેશના સર્વ ધર્મ સમભાવ અને બંધારણના  રક્ષણ માટે પોતાના જીવના જોખમે લડી રહ્યા છે. ભારતીય સંવિધાન તેમજ ગંગા જમની તહેજીબ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી આવા કપરા સંજોગોમાં પણ ભારતનો મુસ્લિમ સમાજ હંમેશ ગર્વથી કહે છે કે અમારો ભારતની ધરતી ઉપર જીવવા અને મરવાનો નિર્ણય યોગ્ય એ સાચો છે. દેશની આઝાદીમાં હજારો ઉલમાઓ સહિત અનેક મુસ્લિમોએ શહાદત વહોરીને દેશને આઝાદી અપાવવામાં મહત્વનું પ્રશંસનીય યોગદાન આપેલ છે. મુસ્લિમ સમાજ પાસે પાકિસ્તાન જવાનો વિકલ્પ હોવા છતાં સમાજે સ્વૈચ્છાએ ઝીણાની વિભાજનની રાજનીતિને ઠુકરાવી ભારત દેશમાં જ જીવવા અને મરવાનો ગૌરવપૂર્ણ દૃઢ સંકલ્પ લીધો હતો.

(12:13 pm IST)
  • છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી : દીપિકાએ કહ્યું કેટલીક ફિલ્મો દિલથી કરાઈ છે : એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલની સંઘર્ષની કથાનક દર્શાવતી ફિલ્મ છપાક જોવા લક્ષ્મી અગ્રવાલની દીકરી પિહુ પહોંચી હતી :પિહુ અને દીપિકાએ ફિલ્મના એક ખાસ શો દરમિયાન ખુબ મસ્તી કરી હતી access_time 12:34 am IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST