Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

છેલ્લા 36 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહેલી મહિલાઓ અમિતભાઈ શાહને મળવા અમદાવાદ પહોંચી

33 જિલ્લાની 50થી વધુ યુવતીઓ અમદાવાદ ખાતે આવી પહોંચી

 

અમદાવાદ : એલઆરડી મુદ્દે થયેલા અન્યાય સામે લડત ચલાવનાર યુવતીઓ અમદાવાદ આવી પહોંચી છે. 33 જિલ્લાની 50થી વધુ યુવતીઓ અમદાવાદ ખાતે આવી પહોંચી છે. યુવતીઓ ગૃહમંત્રી અમિત શાહને મળી ન્યાય માટે માંગણી કરશે. એક તરફ રાજ્યભરના લોકો ઉત્તરાયણનું પર્વ ઉજવી રહ્યા છે. ત્યાં બીજી તરફ યુવતીઓ 36 દિવસથી ન્યાયની માંગણીના પોકાર કરી રહી છે.

(9:18 pm IST)