Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

દારૂબંધી શર્મસાર :અમદાવાદ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં ઝડપાયેલએ પોલીસની કેપ પહેરીને સેલ્ફી લીધી :ખળભળાટ

હિમાલયા મોલ નજીકથી પકડાયેલા 20 લોકોને અટકાયત કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પૈસાદાર નબીરાઓ જાણે  મહેમાન હોય તેમ આ નબીરાઓ વર્તી રહ્યાંનો નમૂનો બહાર આવ્યો છે ઉત્તરાયણે દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા 20 લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા પરંતુ આ પકડાયેલાની કરતૂતથી રાજ્યમાં દારૂબંધી શર્મસાર થવાની સાથે પોલીસની આબરૂનું પણ ધોવાણ થાય તેવો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે એક ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટોમાં દારૂની મહેફિલના આરોપમાં પકડાયેલા એક નબીરાએ પોલીસ કોન્સ્ટેબલની ટોપી પહેરી સેલ્ફી લીધી હતી.

    ઉત્તરાયણની રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની પાર્ટી પર પોલીસ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કેટલાક નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી. જો કે ધરપકડ બાદ આ નબીરાઓમાંથી એક યુવકે પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલની ટોપી પેહરી સેલ્ફી લીધી, એટલું જ નહીં આ સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી દીધી હતી

   એક તો દારૂબંધીનો નિયમ તોડ્યો. પોલીસે અટકાયત કરી તો દારૂડીયાઓ પોલીસ સ્ટેશનની અંદર પોલીસની કેપ પહેરીને સેલ્ફી લીધી. આ શરમજનક ઘટના અમદાવાદની જ્યાં હિમાલયા મોલ નજીકથી પકડાયેલા 20 જેટલા શખ્સોને અટકાયત કરીને જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેસન લઇ જવાયા તે સમયે આ નફ્ફટ દારૂડીયાઓએ કાયદાથી ડરવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ સેલ્ફી લીધી હતી

(7:10 pm IST)