Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઊતરાયણ પર રેડબુલ કાઇટ સ્પર્ધા સૌથી વધુ હોટ ફેવરીટ

વિશાલ સેન નામનો યુવક રેડબુલ કાઇટ ચેમ્પિયન : મણિનગરમાં અલ્પાપાર્ક સોસા.ખાતે યોજાયેલી ફાઇનલ રસાકસીભરી અને હૃદયના ધબકારા વધારી દે તેવી રહી

અમદાવાદ,તા.૧૫ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઊતરાયણના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો, બીજીબાજુ, શહેરમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલ અને રેડબુલ કાઇટ ફાઇટ સ્પર્ધા સૌથી હોટ ફેવરીટ ઇવેન્ટ બની રહી હતી. ખાસ કરીને રેડબુલ કાઇટ ફાઇટની ફાઇનલ તો જોરદાર રોમાંચક, રસાકસીભરી અને હૃદયના ધબકારા વધારી દેનારી બની રહી હતી. દેશની આ એકમાત્ર પતંગ સ્પર્ધામા અમદાવાદ ઉપરાંત, વડોદરા, સુરત અને જયપુરમાં ક્વોલિફાયર વિજેતાઓએ બેસ્ટ કાઈટ ફ્લાયર ટાઈટલ જીતવા માટે સંઘર્ષ કર્યો હતો. શહેરના મણિનગર વિસ્તારમાં અલ્પાપાર્ક સોસાયટી ખાતે યોજાયેલી રેડ બુલ કાઇટ ફાઇટ-૨૦૧૯ની ફાઇનલમાં છેક સુધી પતંગ ઉડાડી વિશાલ સેને વિજેતા બની શ્રેષ્ઠ પતગંબાજ તરીકેનું બિરૂદ મેળવ્યું હતું. રેડબુલ કાઇટ ફાઇટની ફાઇનલની મહત્વની ઇવેન્ટમા  ફાઈનલ્સની જીત પર રોમાંચિત વિશાલ સેને જણાવ્યું હતું કે, રેડ બુલ કાઈટ ફાઈટ જેવી ઈવેન્ટનો હિસ્સો બનવાનું બહુ સારું લાગ્યું. તે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારને મહત્ત્વ આપે છે. આ સ્પર્ધા અત્યંત ગળાકાપ હતી, પરંતુ રેડ બુલ કાઈટ ફાઈટ ૨૦૧૯ની પાંચમી આવૃત્તિ જીતવાની મને ખુશી છે. આ સ્પર્ધા ખાસ કરીને યુવાવર્ગ માટે પ્રેરણારૂપ છે. શહેરના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અલ્પાપાર્ક સોસાયટી ખાતે યોજાયેલી રેડ બુલ કાઇટ ફાઇટ-૨૦૧૯ની આ પ્રતિષ્ઠિત અને રોમાંચક પતંગ સ્પર્ધામાં દેશભરમાં ક્વોલિફાયર્સમાં ૧૦૦૦ કરતાં વધુ પ્રતિસ્પર્ધીઓ, ૧૨ ફાઇનલિસ્ટ્સ દેશના ૨૨ પતંગબાજો વચ્ચે અવકાશી યુધ્ધ છેડાયુ હતું. પતંગની સ્પર્ધામાં આ તમામ પતંગબાજાનો પાંચ પતંગ આપવામાં આવ્યા હતા અને છેક છેલ્લે સુધી તેમનો પતંગ આકાશમાં હોવો જોઇએ અને બીજા સ્પર્ધકોના પતંગ કપાયેલા હોવા  જોઇએ તે તેમનું લક્ષ્યાંક હતું. ભારે રસાકસી, રોમાંચકતા અને હૃદયના ધબકારા વધારી દે તેવી આ અનોખી પતંગ સ્પર્ધામાં આખરે વિશાલ સેન નામના યુવકે તેની પતંગ ચગાવાની અને પેચ કાપવાની સિધ્ધિ સાબિત કરી બતાવી હતી અને આખરે તે વિજેતા જાહેર થઇ શ્રેષ્ઠ પતંગબાજનું બિરૂદ પામ્યો હતો. રેડબુલ કાઇટ ફાઇટ-૨૦૧૯ની ફાઇનલના વિજેતા વિશાલ સેને જણાવ્યુ હતું કે, રેડબુલ કાઇટ ફાઇટ જીતવાની મારી અદમ્ય ઇચ્છા હતી કારણ કે, આ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને અદ્ભુત પતંગ સ્પર્ધા છે. આવા સુંદર આયોજન બદલ હું રેડબુલ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરું છું. ઉલ્લેખનીય છે કે, પતંગબાજીનો જંગ અમદાવાદમાં ભવ્ય પ્રદર્શનમાં પલટાયો હતો, જ્યાં દેશના ઉત્તમ કાઈટ ફ્લાયરો ઊમટી પડ્યા હતા. ભાગ લેનારા ૧૬ વધુ ઉંમરના સહભાગીઓ માટે ખુલ્લી રખાયેલી આ સ્પર્ધાના ક્વોલિફાયર રાઉન્ડ સુરત અને વડોદરામાં તા.૫ જાન્યુઆરીના રોજ થયા હતા, જે પછી તા.૬ જાન્યુઆરીના જયપુરમાં થયો હતો. અમદાવાદ સિટી ક્વોલિફાયર તા.૧૩મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ યોજાઈ હતી, જે પછી રાષ્ટ્રીય ફાઈનલ્સ પણ મણિનગરમાં જ અલ્પાપાર્ક સોસોયટી ખાતે યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, રેડબુલ કાઇટ ફાઇટ ગુજરાત પ્રવાસનના સહયોગમાં યોજવામાં આવે છે અને દેશમાં કાઇટ ફાઇટની એકમાત્ર સ્પર્ધા છે. જે દેશના શ્રેષ્ઠ પતંગબાજોને શોધવા આ સ્પર્ધા યોજવામાં આવે છે.

(6:02 pm IST)