Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગાંધીનગરમાં વાહનચોરીના બનાવમાં સતત વધારો: પોલીસે બાઇકચોરને ઝડપી 6 ગુનાહનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગર: શહેરમાં છેલ્લા થોડા સમયથી વાહનચોરીના બનાવો સતત વધી રહયા હતા અને તેમાં પણ ખાસ કરીને સિવિલ સંકુલમાં પણ બનાવો વધ્યા હતા ત્યારે સે-૭ પોલીસે પ્રાંતિજના યુવાનને ચોરીના બાઈક સાથે ઝડપી પાડયો હતો અને તેની પુછપરછમાં કુલ ૬ જેટલા ચોરીના બાઈકનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આ વાહનો કબ્જે કરીને વધુ તપાસ શરૃ કરી છે. જેમાં અમદાવાદ અને પ્રાંતિજમાં થયેલી બાઈક ચોરી પણ ઉકેલાઈ છે.સે-૭ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી.મેવાડાની સૂચનાના પગલે ડીસ્ટાફ આવા વાહનચોરને પકડવા માટે મથી રહયો હતો ત્યારે કો.મહાવીરસિંહને બાતમી મળી હતી કે સિવિલ હોસ્પિટલમાં એક યુવાન ચોરીના બાઈક સાથે હાજર છે. આ બાતમીના આધારે શરદકુમાર ઉર્ફે ખલો કાંતિભાઈ પટેલ રહે.પ્રાંતિજને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી પ્રાંતિજમાંથી ચોરાયેલું બાઈક કબ્જે કરવામાં આવ્યું હતું.

(5:35 pm IST)