Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વાઘોડિયાના પાટીયાપુરા પાસે ઇકો કારે બાઇકને અડફેટે લેતા દંપતીનું કરૂણમોત

વડોદરાના વાઘોડિયા તાલુકાના પાટીયાપુરા ગામ નજીક ઇકો કારે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર દંપતીનું કરૃણમોત નીપજ્યું હતું બાઇકસવાર આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલી મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં સારવાર દરમિયાન મહિલાનું પણ મોત નિપજવા પામ્યું હતું.

  મળતી વિગત મુજબ વાઘોડિયાના પાટીયાપુરા ગામ પાસે એક ઇકો કારના ચાલકે બાઇક પર પસાર થતા દંપતિને અડફેટે લેતા સર્જાયેલા ગમ્ખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર આધેડનું કમકમાટીભર્યુ મોત નિપજ્વા પામ્યું હતું જ્યારે પાછળ બેસેલી મહિલાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.

 અકસ્માત સર્જયા બાદ ઇકો ચાલક ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મોટરસાયકલનું વ્હિલ પણ છુટુ પડી ગયું હતું. અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા દંપતિના મોતના પગલે ટચૂકડા એવા પાટીયાપુરા ગામમાં ધેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

(2:03 pm IST)