Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષામાં સ્થાનિક સ્ક્વોડ પણ ચેકીંગ કરશે :સીસીટીવી કેમેરાની પણ નજર

પહેલી વખત બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા લેતા વિશેષ તકેદારી રાખશે

 

અમદાવાદ : વર્ષે ધો.૧૨ની વિજ્ઞાાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાશે.પહેલી વખત બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા લઈ રહ્યુ છે ત્યારે પરીક્ષામાં સીસીટીવી કેમેરાથી તો નજર રખાશે તેની સાથે સાથે સ્કવોડ પણ પરીક્ષામાં ચેકિંગ કરશે.

  મળતી વિગતો પ્રમાણે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગરબડ ના થાય તે માટે દરેક જિલ્લામાં ટુકડીઓ બનાવવાની સૂચના અપાશે. ટુકડીઓ સ્કવોડ તરીકે કામ કરશે અને જરુર પડે તો જે તે જિલ્લાની શાળાઓમાં જઈને પરીક્ષા બરાબર લેવાય છે કે નહી તેની ચકાસણી કરશે

  અત્રે . ઉલ્લેખનીય છે કે પહેલા શાળાઓ દ્વારા જાતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાતી હતી.જેનો કેટલીક શાળાઓ દુરપયોગ કરતી હતી અને વિદ્યાર્થીઓને બારોબાર માર્કસ આપી દેવાતા હતા. બાબત ધ્યાનમાં આવ્યા બાદ હવે બોર્ડે પ્રેક્ટિકલ પરીક્ષા જાતે લેવાનુ નક્કી કર્યુ છે.

બોર્ડ દ્વારા સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવશે જ્યાં લેબોરેટરીની યોગ્ય સુવિધા હોય અને શાળા પરીક્ષા લેવા માટે સક્ષમ હોય.પ્રેક્ટિકલ પરીક્ષા ૧૫ થી ૨૫ ફેબુ્રઆરીની વચ્ચે યોજાવાની શક્યતા છે.

(12:12 am IST)