Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

નાંદોદ તાલુકાના ટીંબી ગામે આંકડા લખનાર એક શખ્સને રૂપિયા 660 સાથે આમલેથા પોલીસે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ટીમ્બિ ગામમાં એક શખ્સ આંકડા લખતો હોવાની બાતમીના આધારે આમલેથા પોલીસે તેને પકડી ગુનો દાખલ કર્યો છે

મળતી માહિતી અનુસાર તા.13 ડિસેમ્બરે સાંજે 6 વાગે આમલેથા પોલીસ ચેકિંગમાં નીકળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે ટીમ્બિ ગામમાં રહેતા અશોકભાઇ ભુલાભાઇ વસાવાને ગે.કા રીતે આંક ફરકના આંકડાઓ લખી હાર જીતનો જુગાર રમી રમાડતા આંકડા લખવાના સાહિત્ય તથા અંગ જડતીના રોકડા રૂપિયા ૬૬૦ સાથે રેઇડ દરમ્યાન ઝડપાઇ જતા પોલીસે તેને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:02 pm IST)