Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

વડોદરામાં ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે ફરિયાદ દાખલ

મકરપુરામાં આવેલી સંસ્થાના વિરુદ્ધ ફરિયાદ :રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા સંસ્થાનું ઇન્સ્પેકશન કરાયું હતું: રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા શંકાસ્પદ પ્રવૃતિ થતી હોાવની શંકા દર્શાવતો રીપોર્ટ સબમિટ કરાયો હતો

ભરૂચ જિલ્લામાં આદિવાસીઓના ધર્મ પરિવર્તન ની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર વડોદરાથી ધર્મપરિવર્તનના સમાચારએ ચકચાર જગાવી છે. વડોદરાના મકરપુરા ખાતે બાળકો માટે કાર્યરત સંસ્થા મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે  બાળકોના ધર્મપરિવર્તનના આરોપ મૂકવામાં આવ્યા હતા.

ત્યાર બાદ રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા સંસ્થાનું ઇન્સ્પેકશન કરાયું હતું. રાષ્ટ્રીય બાળ આયોગ દ્વારા શંકાસ્પદ પ્રવૃતિ થતી હોાવની શંકા દર્શાવતો રીપોર્ટ સબમિટ કરાયો હતો. જેને પગલે કલેકટરની સુચનાથી સમાજ કલ્યાણ અધિકારીએ ફરીયાદ નોંધાવતા મકરપુરા પોલીસે ધર્મ સ્વાતંત્ર્ય કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.

કલેક્ટરે કમિટી બનાવીને સંસ્થામાં તપાસ કરાવી હતી. બાળકીઓનું ધર્મ પરિવર્તનની માહિતી સામે આવી હતી. આ દરમિયાન કેટલીક છોકરીઓ પાસેથી બાઇબલ મળી આવી છે અને છોકરીઓના ગળામાં ક્રોસ હતા. મિશનરીઝ ઓફ ચેરીટી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના સિસ્ટર રોઝ ટેરેસાએ જણાવ્યું હતું કે, અહીં 24 બાળકીઓ રહે છે અને અભ્યાસ કરે છે. અમારી સામે કરાયેલા આક્ષેપો ખોટા છે. અહીં કોઇ ધર્માંતરણ થયું નથી.

આ કાર્યવાહીથી ખળભળાટ સર્જાયો છે અને વિવાદ થવાના ભણકારા છે. મિશનરીઝ ઓફ ચેરીટી મધર ટેરેસા આશ્રમના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં હિન્દુ બાળાઓના નામે બાઇબલ ઇસ્યુ થયાનું ખુલ્યુ હતું. બે મહિના પૂર્વે બાળ અયોગે તપાસ યોજી હતી. અને તેનો રીપોર્ટ આવ્યો હતો તેમાં શંકાસ્પદ પ્રવૃતિનો નિર્દેશ કરાયો છે.

ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, સંસ્થામાં રહેતી પંજાબી પરિવારની બાળકીનું લગ્ન ખ્રિસ્તી ધર્મ પ્રમાણે કરાવવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા બાળકીઓને ભોજનમાં વેજ અને નોનવેજ આપવામાં આવે છે. બાળકીઓને ક્રોસ પહેરાવવામાં આવે છે

(12:25 am IST)