Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

વડોદરામાં રવિવારે ભારતીય હવાઇ દળ સિકયુરીટી ટ્રેડ ભરતી રેલી

ભુજ તા. ૧૪ : કચ્છ જિલ્લાના રોજગાર વાંચ્છુ અવિવાહિત પુરૂષ ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરી શકે તે હેતુસર અગામી તા.૧૬/૧૨/૧૮ના નવલખી મેદાન શંખેશ્વર પાર્શ્વનાથ માર્ગ, વડોદરા ખાતે ભારતીય હવાઈ દળમાં એરમેન તરીકે ઇન્ડિયન એરફોર્સ (સિકયુરીટી) ટ્રેડ માટે ભરતી યોજનાર છે.

અવિવાહિત પુરૂષ ઉમેદવારોની જન્મ તારીખ તા.૧૪/૭/૧૯૯૮ થી તા.૨૬/૦૬/૨૦૦૨ વચ્ચે જન્મેલા તેમજ ધો.૧૨ (૧૦+૨) કોઈ પણ પ્રવાહની પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માકર્સ સાથે પાસ કરેલ હોય તેમજ અગ્રેજી વિષયમાં ઓછામાં ઓછા ૫૦% માકર્સ સાથે પાસ કરેલ હોય તેઓ ભાગ લઇ શકશે. ઉમેદવારોની ઉચાઇ ૧૫૨.૫ સે.મી. હોવી જોઈએ છાતીનો ફુલાવો ૫ સે.મી. થવો જોઈએ. ભરતી પ્રકીયાના ભાગ રૂપે સૌપ્રથમ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે. જેમાં ૧૬૦૦ મી. દોડ ૫.૪૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. તેમજ ચીન અપસ પુશઅપસ તથા સીટ અપસ પણ કરવામાં આવશે. શારીરિક કસોટી ઉતીર્ણ કરાવનાર ઉમેદવારની OMR આધારિત લેખિત કસોટી લેવામાં આવશે.

ભરતી થવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૬/૧૨/૨૦૧૮ ના રોજ સવારે ૬ કલાકે ભરતીના સ્થળે ભણતરના તમામ અસલ પ્રમાણપત્રો, તમામ અસલ માર્કશીટ તેમજ આ તમામની ૪ સ્વપ્રમાણિત નકલ તથા ડીસેમ્બર ૨૦૧૮ માં પડાવેલ હોય તેવા પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફસ-૦૭ નંગ ડોમીસીયલ પ્રમાણપત્ર અસલ તેમજ ૦૪ સ્વપ્રમાણિત નકલ પેન્સિલ, રબર, બોલપેન વિગેરે સાથે લઇ જવાના રહેશે.૧૮ વર્ષથી ઉપરની વય ધરાવતા ઉમેદવારોએ પોતાની સહીવાળી કન્સેન્ટ ફોર્મ અચૂક સાથે લાવવાનું રહેશે. ઉમેદવારોએ સ્પોર્ટ્સ શુઝ અને ટૂંકી ચડ્ડી/શોટર્સ પહેરીને જ ઉકત ભરતી પ્રકિયામાં સામેલ થવાનું રહેશે.આ અંગે વધુ માહિતી માટે ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www. airmenselection.cdac.in જોવા વિનંતી. તથા ફોન નં ૦૧૧-૨૫૬૯૪૨૦૯/૨૫૬૯૯૬૦૬, ૦૨૨-૨૩૭૧૪૯૮૨ પર સંપર્ક સાધવા વિનંતી.(૨૧.૭)

 

(12:01 pm IST)