Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજ્યમાં નાસતા ફરતા 21000 આરોપીઓને પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચના આપતા વિજયભાઈ

ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આરોપીઓને ઝડપી લેવા તાકીદ

અમદાવાદ :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  રાજ્યમાં 21000 થી વધુ નાસતા ફરતા આરોપીઓને સઘન ઝુંબેશ હાથ ધરી  પકડી પાડવા ગૃહ વિભાગ  અને પોલીસ તંત્ર ને સ્પષ્ટ સૂચના આપી છે

  આ અનુસાર નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટિમ બનાવીને હાલની વ્યવસ્થામાં એસ.પી એલ સી બી  રેંજ આર આર સ્કવોર્ડ  એ ટી એસ અને સ્ટેટ ક્રાઇમ દ્વારા મોબાઈલ લોકેશન સી સી ટીવી નેટવર્ક જેવી આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવામાં આવશે

  આ કામગીરી ની રાજ્યના ડી.જી.પી કક્ષાએ ત્રિમાસીક સમીક્ષા પણ હાથ ધરવાની સુચના મુખ્યમંત્રી એ આપી છે

  ગુજરાતમાં  નાગરિક જન જીવન  શાંતિ અને સલામતી પૂર્ણ રહે તેવી સંવેદનશીલતા સાથે મુખ્યમંત્રી વિજય ભાઈ એ આ  નિર્ણય કર્યો છે

(7:33 pm IST)