Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

મહેમદાવાદ-માલવણ નજીક ગમખ્વાર અકસ્માત : ત્રણને ગંભીર ઇજા

મહેમદાવાદ:તેમજ માલવણ પાટીયા નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ જૂના ખેડા રોડ ઉપર રહેતા જગદીશભાઈ જુવાનસિંહ જાદવ ગત તા. ૮-૧૧-૨૦૧૮ની મધરાત્રે મોટર સાયકલ નં. જીજે ૦૭ સી એન ૭૭૬૧ લઈને જઈ રહ્યા હતા. ત્યારે મહેમદાવાદ ઢાળ નજીક પૂરઝડપે હંકારી આવેલ ફોર વ્હીલર ગાડી નં. જીજે ૦૭ કેપી ૮૩૨૯ મોટર સાયકલને ટક્કર મારતા જગદીશભાઈ જાદવ તથા તેના સંબંધીને ઈજા થઈ હતી. જ્યારે બીજા બનાવમાં ઠાસરા તાલુકાના રૂસ્તમપુરામાં રહેતા સુધાબેન વલ્લાજી વણઝારા ગત તા. ૧૧-૧૧-૧૮ની બપોરે માલવણ પાટીયા પાસેથી રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા ત્યારે અલ્ટો ગાડી નં. જીજે ૦૫ સીઆર ૩૬૬૨ એ ટક્કર મારતા સુધાબેન વણઝારાને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી.

(4:41 pm IST)