Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

લોભામણી જાહેરાત આપી સુરતીઓ સાથે આયોજકોએ 14.49 લાખની છેતરપિંડી આચરી: ફરિયાદના આધારે તપાસ શરૂ

સુરત:માં લોભામણી જાહેરાત આપીને સેંકડો લોકોનૈ પૈસા લઈ યોજનાના આયોજક ગાયબ થતાં લોકોના રૂપિયા ડુબી ગયાં છે.  આવી યોજનામાં ૨૦૦૦ જેટલા સભ્યોના પૈસા સલવાયા છે પરંતુ હાલમાં યોજનામાં એજન્ટ તરીકે કામ કરતાં એક વ્યક્તિએ ૫૦ સભ્યોના ૧૪.૪૯ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.  ૪૦ મહિના સુધી ૫૦૦ રૂપિયા ભરીને ત્યાર બાદ ૫૪ હજાર મેળવવાની લોભામણી યોજનામાં અનેક લોકોના પૈસા ડુબી ગયાં છે. આ યોજના માત્ર સુરતમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામો સાથે મુંબઈમાં પણ શરૂ થઈ હતી. યોજનાનો સમય પુરો થતાં ભાડુતી ઓફિસમાં તાળા મારી માલિક ફરાર થતાં એજન્ટ તરીકે કામ કરતાં લોકો ભેરવાઈ ગયાં છે.

સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં લોભામણી સ્કીમ જાહેર કરીને લોકોના ૧૪.૪૯ લ ાખ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે નિલેશ શેઠે (રહે. ફ્લેટ નંબર ૩૦૩, પાશ્વભવન એપાર્ટમેન્ટ, શાહપોર) ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટ નજીકના કાંતિ રણછોડ તાડા (રહે. ૨૫ પ્રમુખ દર્શન સોસા. સ્વામીનારાયણ મંદિર પાસે છાપરા ભાઠા,અમરોલી)એ  પટેલ એસોસીએટ્સ તથા કે પટેલ માઈક્રોફાઈનાન્સ નામની કંપની ખોલી હતી. આ કંપનીએ અમને ફીક્સ ડિપોઝીટના સર્ટીફીકેટ પણ બતાવ્યા હતા.

(4:33 pm IST)