Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ખેડુતોની ઉત્સુકતા અને રાજકીય ઉતેજના વચ્ચે કાલથી રાજયના ૧૧૯ કેન્દ્રો પર મગફળીની ખરીદી

ગાંધીનગર તા ૧૪ : રાજયના સેંકડો ખેડૂતો જેની રાહ જોઇરહ્યા છે તે ટેકાના ભાવ ેમગફળી ખરીદીનો આવતીકાલે ૧૫ નવેમ્બરથી પ્રારંભ થશે. મગફળી ખરીદવા સરકારે રાજયમાં ૧૧૯ માર્કેટયાર્ડનેકેન્દ્ર તરીકે મંજુરી આપેલ છે જેમાં સોૈરાષ્ટ્રના ૭૪૫ જેેટલા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ભુતકાળમાં મગફળીનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો હોવાથી આ વખતે સરકારે અલગ પ્રકારનું આયોજન કર્યુ છે. છીંડા વગરની વ્યવસ્થા હોવાનો સરકારનો દાવો છે. મગફળી ખરીદીની વ્યવસ્થા નાગરિક પુરવઠા નિગમ દ્વારા ગોઠવવામાં આવી છે. ખેડૂતોને ખરેખર ન્યાય મળશે કે નહિં?

ઓનલાઇન નોંધણી પ્રથા ફરજીયાત બનાવવામાં આવેલ જેમાં હજારો ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકાર મણનારૂા ૧૦૦૦ ટેકાનો ભાવ આપશે.મગફળી ખરીદી માટે મગફળીની ગુણવતા, વજન, બારદાન, ગોડાઉનમાં જાળવણી વગેરે માટે માપદંડો જાહેર કરવામાં આવ્યા છે. દરેક ખરીદ કેન્દ્ર પર વિડીયો શુટીંગ થશે. જે તે જિલ્લા કલેકટરને ખાસ જવાબદારી સોપાયેલ છે.

(3:47 pm IST)