Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

બિરજુ સરલા પ્લેન હાઇજેકીગ કેસની સુનાવણી

અમદાવાદ : બીરજુ સરલા  વિમાન  હાઇજેકીંગ  કેસની સ્પેશ્યલ કોર્ટ મા સુનાવણીમાં સાઇબર ક્રાઇમના ડીસીપી રાજદીપ ઝાલા  હાજર રહ્યા હતા. રાજદીપ ઝાલાએ કેસને લાગતી ઝુબાની આપી હતી . તપાસ પૂર્ણ થઈ હવે ઉલટ તપાસની પ્રક્રિયા શરૂ કરાશે. તપાસને લાગતી વિગતો અંગેની જાણ કોર્ટને કરી હતી

રાજદીપ સિંહ ઝાલાએ કોર્ટમાં જણાવ્યું કેઆરોપીની ધરપકડ કર્યા બાદ પંચનામાં કરવામાં આવ્યો તેમજ મુંબઇ ખાતેની આરોપીની ઓફીસ પર તેને લઈ જઈને તપાસ કરાઈ છે. કેસને લાગતી વસ્તુને મુદ્દામાલના સ્વરૂપમાં જપ્ત કરવામાં આવ્યું છે.સરકાર પક્ષે સર તપાસમાં ડીસીપી રાજદીપ ઝાલાની ઝુબાની લીધી જે કેસ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. હવે આરોપી તરફથી ઉલટ તપાસની પ્રકિયા હાથ ધરાશે...

(3:42 pm IST)