Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અંકલેશ્વરના યુવાને ગોલ્ડન બ્રિજ પરથી કૂદીને નર્મદા નદીમાં છલાંગ લગાવી

અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં રહેતા યુવાને ગત રાત્રિના સમયે ગોલ્ડન બ્રિજની વચ્ચે પોતાની મોટર સાયકલ મૂકીને નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.

  અંકલેશ્વરનાં બાપુનગર વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે રહેતા વિજય છોટુભાઇ ઓડ નામનાં 23 વર્ષિય યુવાન ગત રાતે પોતાની મોટર સાયકલ લઇને નિકળ્યા બાદ ઘરે આવ્યો નહોતો. બાદમાં પરિવારને જાણ થઈ કે ગોલ્ડન બ્રીજ ઉપર તેની બાઇક મળી આવી છે. જ્યારે વિજયે નર્મદા નદીમાં જંપ લાવી દીધું હોવાની વાત મળતાં પરિવારજનો ગોલ્ડન બ્રીજ ખાતે દોડી આવ્યા હતા. સાથે પોલિસને ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. નદીમાં ભૂસકો મારનાર વિજય નો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

(2:23 pm IST)