Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ડાંગ ખાતે તા. ૧૫મી ઓકટોબરે દશેરા મહોત્સવની ઉજવણી કરાશે

રાજ્યના કલાકારો ઢોલ નૃત્ય, ડાંગી નૃત્ય,દિવાળી નૃત્ય અને હોળી નૃત્ય રજૂ કરશે: પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મત્સ્યોઉદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ : તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૧નાં રોજ ડાંગ જિલ્લાના સુબિર સ્થિત શબરીધામ ખાતે ‘દશેરા મહોત્સવ’ની વિશેષ ઉજવણી કરાશે.પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મત્સ્યોઉદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મહાઆરતી, રાવણ દહન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રામ અને શબરી મિલનનું સ્થાનિક ગૃપ દ્વારા નાટક પ્રદર્શની કરવામાં આવશે. તાપી જીલ્લાનાં કલાકારો દ્વારા ઢોલ નૃત્ય, ડાંગ જીલ્લાનાં કલાકારો દ્વારા ડાંગી નૃત્ય અને આદિજાતિ નૃત્ય, છોટા ઉદેપુર જીલ્લાનાં કલાકારો દ્વારા દિવાળી નૃત્ય અને નર્મદા જીલ્લાનાં કલાકારો દ્વારા હોળી નૃત્ય રજૂ કરાશે.

આ ઉજવણીમાં દક્ષિણ ગુજરાતનાં સંસદસભ્યઓ, ધારાસભ્યઓ અને ડાંગ જીલ્લાનાં સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો કોરોના મહામારી સંદર્ભે સરકારની માર્ગદર્શક સૂચનાઓના પાલન સાથે જોડાશે એમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.  

(7:36 pm IST)