Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

મહેસાણાના ઊંઝા હાઇવે પર પેટ્રોલ પંપ પર બે બુકાનીધારીઓ ત્રાટક્યા :કેશિયરે સામે બાથ ભીડતા લૂંટારુઓ ખાલી હાથે ભાગ્યા

લૂંટારુઓએ પેટ્રોલ પંપના ફીલરને તલવારના ઘા ઝિંક્યા:ઘટના સીસીટીવીમાં કેદ

મહેસાણાના ઊંઝા હાઇ-વે પરના પેટ્રોલ પંપ પર બે બુકાનીધારીઓ ત્રાટક્યા હતા જોકે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જાણવા મળ્યા મુજબ મોડીરાત્રીએ બે બુકાનધારી લૂંટારુએ રાધે પેટ્રોલ પંપને ટાર્ગેટ બનાવ્યો હતો. ઘાતકી હથિયાર સાથે લૂંટનો પ્રયાસ કયો હતો. જો કે કેશિયરે લૂંટારુઓ સામે બાથ ભીડતા બંને લૂંટારુ ત્યાંથી ખાલી હાથે ભાગી છૂટ્યા હતા

 જાણવા મળ્યા મુજબ લૂંટારુઓએ પેટ્રોલ પંપના ફીલરને તલવારના ઘા ઝિંક્યા હતા. જેમાં ફીલરના હાથ પર ઈજા થઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.ઘટના મામલે મહેસાણા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી.

(7:31 pm IST)