Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાંથી પોલીસની નજર ચૂકવીને દુષ્કર્મનો આરોપી ફરાર :શોધખોળ

અપંગ મહિલાને ભીખ મંગાવી તેના પર દુષ્કર્મ આચરનાર આરોપી ભાગી ગયો

અમદાવાદમાં પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થતાં નિકોલ પોલીસ દોડતી થઈ છે. આરોપી દિવ્યાંગ મહિલાને ડામ આપી ભીખ મંગાવતો હતો. આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે દરમ્યાન આરોપી ફરાર થયો હતો. ત્યારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અપંગ મહિલાને ભીખ મંગાવી તેના પર દુષ્કર્મ આચરનાર આરોપી સિવિલ હોસ્પિટલમાં ફરાર થઈ ગયો છે. આરોપીને લઈને નિકોલ પોલીસે સિવિલમાં તેનું મેડિકલ કરાવવા લઈ ગઈ ત્યારે એકલતાનો લાભ લઈને નજર ચૂકવી ફરાર થઈ ગયો. શાહીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપી શોધખોળ શરૂ કરી છે

(12:50 am IST)