Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 23 દૂર : 20 વિસ્તારો ઉમેરાયાં

કુલ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 378 પર પહોચ્યો

અમદાવાદ શહેરમાં આજે 381 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ચર્ચા વિચારણાંના અંતે 23 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરાયા હતા. જેથી સંખ્યા 358 થઇ હતી. પરંતુ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાની સામે 20 નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ઉમેરાયા હતા. જેથી કુલ માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો આંકડો 378 પર પહોચ્યો છે. દક્ષિણ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, મધ્ય ઝોનમાં 1 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 તેમ જ પૂર્વમાં 1 તથા પશ્ચિમ ઝોનમાં 4 વિસ્તારો ઉમેરાયા છે. જેમાં ચાંદખેડા, નવા વાડજ, જોધપુર, બોપલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

(12:03 am IST)