Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કર્ણાવતી કલબ સામેનું ખાણીપીણીનું બજાર સીલ કોવિડ 19ની ગાઇડલાઇન ભંગ બદલ કાર્યવાહી

સરપ્રાઈઝ ચેકીંગ કરીને ગાઇડલાઇનનું ઉલ્લંઘન કે ભંગ કરનારા સામે કાર્યવાહી ચાલુ રહેશે

 

અમદાવાદઃ એસ.જી. હાઇવે પર આવેલ કર્ણાવતી કલબની સામે ખાનગી પ્લોટમાં ભરાતાં આશરે 35થી 40 ખાણીપીણીની દુકાનો/ બજારને સીલ મારી દેવાયું છે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તથા જેટ ટીમ ( જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ ) દ્રારા સંયુક્ત ડ્રાઇવ રાખી હતી. જેમાં ચકાસણી દરમિયાન ઉપરોક્ત સ્થળે ગાઇડલાઇનનું પાલન થતું હતું.

અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવું તેમ જાહેરમાં થુકવું નહીં વગેરે ગાઇડલાઇન જારી કરી છે. આમ છતાં કેટલાંક લોકો તેનો ભંગ કરતા હોવાનું કોર્પોરેશનના ધ્યાન પર આવ્યું છે. તે બાબતને નજર સમક્ષ રાખીને કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે.

ગઇકાલે રવિવારના રોજ રાત્રિના સમયે વિભાગ તથા જેટ ટીમે સંયુક્ત ડ્રાઇવ કરી હતી. જેમાં કર્ણાવતી કલબની સામે આવેલા ખુલ્લા ખાનગી પ્લોટમાં ભરાતી ખાણીપીણી બજારમાં પ્રવર્તમાન નિયમોનું પાલન નહીં થતું હોવાનું જણાયું હતું. જેથી કોર્પોરેશને બજારને સીલ મારી દીધું હતું. તેની સાથે નોટીસ ફટકારી હતી. જેમાં જણાવ્યું હતું કે, પરવાનગી વગર ખોલવું નહીં અન્યથા કાયદેસરના પગલાં લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રીતે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ કરીને આલ્ફા મોલ, સેન્ટ્રલ મોલથી માંડીને નેશનલ હેન્ડલુમ સહિતના અસંખ્ય વ્યવસાયોને સીલ કરી દીધાં હતા. ત્યાં સુધી કે શો રૂમ વગેરે સ્થળો પર તપાસ કરીને દંડ વસૂલની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

જો કે પાછળથી નિયમોનું પાલન કરવાની બાહેધરી લઇને યુનિટોના સીલ ખોલી નાંખવામાં આવ્યા હતા. રીતે ખાનગી કંપની તેમ ઓફિસો તેમ રેસ્ટોરન્ટોમાં પણ સરપ્રાઇઝ ચેકીંગ કરીને પગલાં ભરવામાં આવ્યા હતા.

આમ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી સરપ્રાઇઝ ચેકિંગ કરીને કોવીડ 19ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કે ભંગ કરનારા સામે કોર્પોરેશન તરફથી અગાઉ કાર્યવાહી કરવામાં આવી છે. સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે તેવી કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામાં આવી છે.

(11:07 pm IST)