Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જયેશભાઇ રાદડીયાના પીએ વિપુલ બાલધા પણ પોઝિટિવ: રાદડિયાના સંપર્કમાં આવેલા અનેક લોકો કરાવશે : જયેશભાઇ હોમ ક્વોરન્ટાઈન થયા : તબિયત સારી

રાજકોટ :રાજ્યના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો કોરોના  રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે રાજ્યના ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ, કોટેજ ઉદ્યોગ અને પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે મને કોરોના (covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજરોજ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા,હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે,છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.

 

  જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જામનગર જી.જી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ થયેલ છે તેમની તબિયત સારી છે તેમ તેના પુત્ર જયેન્દ્ર પટેલ અકિલા સાથે વાતચીતમાં જણાવ્યું હતું

. ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને કોરોના, રાદડિયા ની રાજકોટ ખાતેના નિવાસ સ્થાન માં ચાલી રહી છે સારવાર.. જયેશભાઈ ના પીએ વિપુલ બાલધા પણ પોઝિટિવ, રાદડિયા ના સંપર્કમાં આવેલા અનેક લોકો  ટેસ્ટ કરાવશે

(10:43 pm IST)