Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ચાર કરોડથી વધારે સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવી

૧૮ જેટલી ફિલ્મોને નવી સબસીડીનો લાભ :ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે જ સરકાર દ્વારા સ્ક્રિનિંગ ગોઠવવામાં આવ્યું હતું

અમદાવાદ,તા.૧૪ : રાજ્ય સરકાર માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અપાતી ફિલ્મની સબસીડી આપવાની નીતિ મુજબ ૧૮ જેટલી ફિલ્મોને સબસીડી પેટે જુની નિતિને બદલ નવી નીતી મુજબ ૪ કરોડથી વધારે ચુકવણી કરવામાં આળી છે. આ માહિતી અધિકાર હેઠળ મેળવેલી માહિતીમાં બહાર આવવા પામી છે. અમદાવાદના મનોજ કુમાર પટેલે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ મેળવેલ માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૨૦માં આશરે ૩૭ જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સ્ક્રીનીંગ ગોઠવવામાં આવ્યું હતું.

             જેમાં ૩૭ ફિલ્મો પૈકી ૧૮ ફિલ્મો એવી હતી કે જે વર્ષ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં રજુ થયેલ સબસીડી નીતિ ૨૦૧૬ હેઠળ આવતી હોવા છતાં આ ફિલ્મોને ૮ માર્ચ ૨૦૧૯ના રોજ આવેલ ફિલ્મ સબસીડી નીતિ ૨૦૧૯ હેઠળ રૂપિયા ૪ કરોડ જેટલા વધુ નાણા ચુકવવામાં આવેલ છે. આ પ્રકરણમાં સબસીડી માટે નિયમો બનાવતી અને સજેસ્ટ કરતી મેક્રો લેવલ કમિટીના સભ્યોની ફિલ્મોને ફાયદો કરાવી ૨૦૧૬ને બદલે ૨૦૧૯ની નવી નીતિ મુજબ ચુકવી રાજ્યની તિજોરીને ચાર કરોડનીથી વધુનુ નુકસાન કરાવ્યું છે. આ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

(9:47 pm IST)