Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પલસાણા પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ

સુરતના પલસાણા પોલીસ પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન પલસાણા પોલિસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ ગઢવી અને પોલીસ કોસ્ટેબલ દિનેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ મેઘાપ્લાઝામા યોગીવિલા એપારમેન્ટ નીચે ઉભેલ યુવક પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ છે. જે બાતમીના મળેલ જગ્યાએ પલસાણા પોલીસ જઈ નીચે ઉભેલ શંકાસ્પદ શખ્શની તપાસ કરતા તેઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી

(9:42 pm IST)