Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

તાપી જિલ્લામાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા : ડીડીઓના બંગલામાં કામ કરતાં બે કર્મીઓ પણ સંક્રમિત

જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 491 પર પહોંચ્યો

તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના 18 કેસ નોંધાયા છે. જિલ્લા વિકાસ અધિકારીના બંગલામાં કામ કરી રહેલ બે કર્મીઓ પણ કોરોનાની ચપેટમાં સપડાયા છે. જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 491 પર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

  મળતી માહિતી મુજબ  અનુસાર તાપી જિલ્લામાં સોમવારના રોજ કોરોનાના 18 કેસ નોંધાયા છે. જેમાં સોનગઢ તાલુકામાં 8, વાલોડ તાલુકામાં 5 અને વ્યારા તાલુકામાં 4 કેસ જ્યારે ઉચ્છલમાં 1 કેસ નોંધાયો છે. જીલ્લાના ગોલવાડ ફળિયું, બુહારીમાં 58 વર્ષીય મહિલા, બુહારીમાં 50 વર્ષીય આધેડ, વાલોડ સી.એચ.સી ક્વાટર્સમાં 31 વર્ષીય મહિલા, વાલોડ સુંદર નગરમાં 65 વર્ષીય વૃદ્ધા, બુહારી વાણિયા ફળિયામાં 25 વર્ષીય યુવાન, વ્યારા કોલીવાડમાં 51 વર્ષીય મહિલા, ડીડીઓ બંગલો વ્યારામાં 32 વર્ષીય યુવાન અને 33 વર્ષીય મહિલા, ઘાટા હાઈસ્કૂલ ફળિયામાં 60 વર્ષીય વૃદ્ધા, ટોકરવા લુહાર ફળિયામાં 17 વર્ષીય સગીરા, સાદડવેલ નિશાળ ફળિયામાં 19 વર્ષીય યુવાન, આમલી ગામે 17 વર્ષીય સગીરા, આછલવામાં 42 વર્ષીય યુવાન, ધમોડી દાદરી ફળિયામાં 36 વર્ષીય યુવાન, ગાળકૂવા નિશાળ ફળિયામાં 18 વર્ષીય યુવાન, બુધવાડા નિશાળ ફળિયામાં 17 વર્ષીય કિશોરી, સીંગપુર સબસીડી ફળિયામાં 29 વર્ષીય મહિલા, સેવટી ગામે 24 વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.

(7:52 pm IST)