Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

થાઇલેન્ડની યુવતીની હત્યા મિત્ર દ્વારા કરવામાં આવી

યુવતીને નશાની હાલતમાં ગળું દબાવીને મારી નાખી : સુરતમાં છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે થાઇલેન્ડની યુવતીના મળી આવેલા મૃતદેહનો કેસ પોલીસ દ્વારા ઉકેલી દેવાયોેે

સુરત,તા.૧૪ : સુરતમાં છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થાઇલેન્ડની યુવતીના મળી આવેલા મૃતદેહનો કેસ સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે. મામલે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મીડિયાને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મૃતક વનિડાની હત્યા કરવામાં આવી હતી. થાઇલેન્ડની યુવતી અને તેની મિત્ર એડાએ તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. મામલે પોલીસે હવે એડાની અટકાયત કરીને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે. કોરોના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એડાની પૂછપરછ દરમિયાન જે વિગતો સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. ઉપરાંત પોલીસે અનેક એવા ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર દેવાનું પણ હાલના તબક્કે ટાળ્યું છે.

 અજય કુમાર તોમરે મીડિયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ૬ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરા પોલીસ વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. જે મુજબ મૂળ થાઈલેન્ડની રહેવાશી અને હાલ ભારતમાં પ્રવાસી વિઝા આવેલી વનિડા નામની યુવતીનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. વનિડાના મિત્રો અને મળતીયાઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની સોનાની ચેન અને બે મોબાઇલ ફોન ગાયબ હતા. બંને ફોનની કિંમત એક લાખ અને સોનાની ચેનની કિંમત ૨૫ હજાર રૂપિયા થતી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. સિવિલ ડૉક્ટરસની પેનલ તરફથી પીએમ કરવામાં આવ્યું હતું. ખાસ સીટની પણ રચના કરવામાં આવી હતી.

 એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોતા અને ટેક્નિલક સર્વેલન્સમાં જાણવા મળ્યું કે ઘરની આસપાસ વનિડાની મિત્ર એડા જોવા મળી હતી. રૂઆતથી ઘટના સ્થળે તેની હાજરી શંકમંદ લાગી રહી હતી. જોકે, એડાએ ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને તેની હત્યામાં કોઈ સંડોવણી હોવાનું જણાવ્યું હતું. બનાવની સ્થિતિ અને એફએસએલની મદદથી જે વસ્તુઓ મળી આવી હતી તેના આધારે ૧૧મી સપ્ટેમ્બરે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. તમામ તપાસ બાદ અને તમામની મહેનત બાદ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

(7:44 pm IST)